Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 11:20-22

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

20 તો તમે એક સ્થાને મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે. 21 કેમ કે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ સ્વછંદી બને છે. 22 શું તમારે ખાવા તથા પીવા માટે તમારાં ઘરો નથી? કે શું તમે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને ધિક્કારો છો, કે જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? એમાં હું તમારી પ્રશંસા કરતો નથી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    20 તેથી જ્યારે તમે એકઠા થાઓ છો, ત્યારે પ્રભુનું ભોજન તમે ખાતા નથી. 21 પણ જ્યારે તમે ખાઓ છો ત્યારે તમારું પોતાનું ભોજન આગળથી કરો છો, પરીણામે એક ભૂખ્યો રહે છે અને બીજો પીને મસ્ત થાય છે. 22 શું તમારે માટે ખાવાપીવા માટે ઘર નથી? અથવા જેમની પાસે કંઈ નથી તેઓનું અપમાન કરીને તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો? હું તમને શું કહું? શું હું તમારા વખાણ કરું? ના! ખરેખર આ વાતમાં નહિ!

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.