Pular para o conteúdo
Publicidade

યોહાનનો પહેલો પત્ર 2:15-17

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

15 જગત પર અથવા જગતમાંની વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી. 16 કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. 17 જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    15 તમે જગત પર તથા જગતની કોઈ બાબતો ઉપર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેમનામાં પિતા પ્રત્યેનો પ્રેમ નથી. 16 કેમકે જગતમાં જે બધું છે, દૈહિક ઈચ્છાઓ, આંખોની લાલસા, અને જીવવનો અહંકાર ઈશ્વર તરફથી નથી પણ તે તો જગત તરફથી આવે છે. 17 આ જગત અને તેની લાલસા જતાં રહેશે, પણ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે સદા રહેશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 João
Ver todos os capítulos de 1 João