13 માણસોએ સ્થાપેલી પ્રત્યેક સત્તાને પ્રભુને લીધે તમે આધીન થાઓ; રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો. 14 વળી ખોટું કરનારાઓને દંડ આપવા અને સારું કરનારાઓની પ્રશંસા કરવાને તેણે નીમેલા અધિકારીઓને પણ તમે આધીન થાઓ 15 કેમ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારાં કાર્યો કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનપણાની વાતોને તમે બંધ કરો. 16 તમે સ્વતંત્ર છો પણ એ સ્વતંત્રતા તમારી દુષ્ટતાને છુપાવવા માટે ન વાપરો; પણ તમે ઈશ્વરના સેવકો જેવા થાઓ. 17 તમે સર્વને માન આપો, ભાઈઓ પર પ્રેમ રાખો, ઈશ્વરનો ભય રાખો, રાજાનું સન્માન કરો.
Publicidade
પિતરનો પહેલો પત્ર 2:13-17
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
13 માનવીએ સ્થાપેલી દરેક સત્તાને પ્રભુને ખાતર આધીન રહો: રાજાને સવોઁપરી સમજીને તેને આધીન રહો; 14 ખોટું કરનારાઓને શિક્ષા કરવા અને સારું કરનારાઓને માન આપવાં માટે તેમણે નિમેલા અધિકારીઓને તમે આધીન થાઓ. 15 કેમકે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારું કરીને મૂખઁ માણસોની અજ્ઞાનતાની વાતોને તમે બંધ કરો. 16 સ્વતંત્ર હોવા છતાં પણ તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ખોટાં કામ કરવા માટે ન કરો; ઈશ્વરના ગુલામ તરીકે જીવો. 17 સૌની સાથે આદરપૂર્વક વર્તો, સર્વ વિશ્વાસીઓનાં કુટુંબો પર પ્રેમ રાખો, ઈશ્વરનો ડર રાખો અને રાજ્યસત્તાને માન આપો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.