હાન્નાની પ્રાર્થના
1 હાન્નાએ પ્રાર્થના કરતાં કહ્યું કે,
"મારું હૃદય ઈશ્વરમાં આનંદ કરે છે;
મારું શિંગ ઈશ્વરમાં ઊંચું કરાયું છે;
મારું મુખ મારા શત્રુઓ સામે હિંમતથી બોલે છે,
કેમ કે હું તમારા ઉદ્ધારમાં આનંદ કરું છું.
2 ત્યાં ઈશ્વર જેવા અન્ય કોઈ પવિત્ર નથી,
કેમ કે ત્યાં તેમના સિવાય બીજો કોઈ નથી;
ત્યાં અમારા ઈશ્વર જેવો બીજો કોઈ ખડક નથી.