7 તેથી શાઉલે પોતાના ચાકરોને કહ્યું, "મૃતક સાથે વાત કરી શકે તેવી સ્ત્રીને મારે સારુ શોધી લાવો. મારે તેની સલાહ લેવી છે." તેના ચાકરોએ તેને કહ્યું," એક સ્ત્રી એન-દોરમાં છે. જે મૃતક સાથે વાત કરી શકે છે."
15 શમુએલે શાઉલને કહ્યું, "શા માટે તું મને ઉઠાડીને હેરાન કરે છે?" શાઉલે કહ્યું, "હું ઘણો દુઃખી છું, કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ઈશ્વરે મને છોડી દીધો છે, પ્રબોધકો અથવા સ્વપ્ન દ્વારા મને ઉત્તર મળતા નથી. તેથી મેં તને બોલાવ્યો છે, કે મારે શું કરવું તે તું મને જણાવે."