Pular para o conteúdo
Publicidade

થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 4:13-18

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

પ્રભુનું આગમન

13 પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુ:ખી ન થાઓ. 14 જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. 15 કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાના સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.

16 કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે. 17 પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. 18 તેથી એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    13 ભાઈઓ અને બહેનો, અમે નથી ચાહતા કે તમે મરણમાં ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ રહો, જેથી તમે બીજા લોકો જેઓની પાસે કોઇ આશા નથી તેઓની માફક તમે દુઃખી થાઓ. 14 કેમકે આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા અને સજીવન થયા, અને તેથી આપણે વિશ્વાસ કરીએ છીએ કે તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. 15 પ્રભુના વચન પ્રમાણે અમે તમને કહીએ છીએ કે પ્રભુના આગમન સમયે જેઓ જીવંત હશે તેઓ ચોકકસપણે ઊંઘી ગયેલાઓની અગાઉ જનાર નથી. 16 કેમકે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખદૂતના પોકાર સહિત અને ઈશ્વરના રણશિંગડાંનાં અવાજ સાથે સ્વર્ગમાંથી ઊતરશે અને જેઓ મસીહમાં મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. 17 ત્યાર પછી, આપણામાંનાં જેઓ જીવતાં અને બાકી રહેલાં છે તેઓ પ્રભુને મળવાં માટે તેમની સાથે વાદળોમાં ઊચકાઇ જઈશું; અને એમ આપણે સદા પ્રભુની સાથે રહીશું. 18 તો આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 Tessalonicenses
Ver todos os capítulos de 1 Tessalonicenses