Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને બીજો પત્ર 11:23-28

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

23 શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.

24 પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા, 25 ત્રણ વાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો. 26 ઘણી સફરો કરી, નદીઓનાં સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, વિદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યાં.

27 શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું. 28 આ બીજી વાતો ઉપરાંત, રોજ મારા પર બોજ, એટલે સર્વ વિશ્વાસી સમુદાયની ચિંતા, રહે છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    23 શું તેઓ મસીહનાં સેવકો છે? (આ હું એક ઘેલાં માણસની જેમ કહું છું.) હું તેઓના કરતાં વિશેષ છું, મેં તેઓના કરતાં કઠિન પરિશ્રમ કર્યા છે, વારંવાર જેલ ભોગવી છે, બેસુમાર ફટકા ખાધા છે, અને અનેકવાર મોતનો સામનો કર્યા છે. 24 પાંચ વખત યહૂદીઓએ ઓગણ ઓગણ ચાળીસ ફટકાનો માર માર્યો. 25 ત્રણ વાર મેં લાઠીઓનો માર ખાધો, એક વાર મારા પર પથ્થરમારો થયો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક વાર આખી રાત અને આખો દિવસ હું દરિયામાં પડી રહ્યો. 26 મેં લાંબી મુસાફરીઓ કરી છે. નદીઓના ભયમાં, લૂંટારુંઓના ભયમાં, મારા પોતાના યહૂદી લોકોનાં ભયમાં, અને વિદેશીઓનાં ભયમાં, વળી શહેરોનાં અને દેશોનાં ભયમાં તથા સમુદ્રના ભયમાં; અને ખોટા વિશ્વાસીઓના ભયમાં રહ્યો છું. 27 મેં થાક, દુઃખ, ઉજાગરા સહન કર્યા છે, ઘણીવાર મને ભૂખ અને તરસનો અનુભવ થયો છે. અને ઘણીવાર ખાધા વગર રહ્યો છું, ઠંડી તથા નગ્નતાનો અનુભવ કયોઁ છે. 28 આ સર્વ ઉપરાંત મને મંડળીઓની પરિસ્થિતિ વિશેની ચિંતા સતત રહ્યા કરે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.