Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને બીજો પત્ર 9:6,8,10,11

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

6 એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે.

8 ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ.

10 જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે; 11 એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    6 યાદ રાખો કે: જે કોઈ નજીવું વાવે છે તે નજીવું પામશે. અને જે ઉદારતથી વાવે છે તે ઉદારતાથી લણશે. 8 ઈશ્વર તમને ભરપૂરપણે આશીઁવાદ આપવાં શકિતમાન છે. જેથી તમારી પાસે હંમેશ જરૂરી સર્વ હોય, ને તમે દરેક સારા કામમાં ભરપૂર થાઓ.

    10 હવે જેને, વાવવા માટે બી અને ખોરાકને માટે રોટલી આપે છે, તે તમારા બીજનો સંગ્રહ પણ પૂરો પાડશે અને વધારશે તે તમારા ન્યાયપણાના પાકને વધારશે. 11 તમે દરેક રીતે સમૃધ્ધ થશો, જેથી તમે દરેક પ્રસંગે ઉદાર બની શકો, અને તમારા દ્રારા તમારી ઉદારતા આભારી હદયે ઈશ્વરની સ્તુતિ કરશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.