Pular para o conteúdo
Publicidade

તિમોથીને બીજો પત્ર 4:6,9-11,13,16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

6 હું તને આ બાબતો એ માટે કહું છું, કે હું જલ્દી મરણ પામીશ અને આ દુનિયાને છોડીશ. હું જાણે કે દ્રાક્ષારસનાં પ્યાલા જેવો છું કે જે તેઓ વેદી પર રેડીને ઈશ્વરને બલિદાન આપે છે.

અંગત સૂચનો

9 તિમોથી, મારી પાસે જલ્દી આવવાને પ્રયત્ન કર. 10 દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે, કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે. 11 અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે. આમ કરજે કેમ કે તે મને વધારે મદદ કરી શકશે. 13 તું આવે ત્યારે, જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મુક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને, ખાસ કરીને જે પશુના ચામડામાંથી બનેલા છે તે. 16 પ્રથમ વખત જયારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી, ત્યારે કોઈ વિશ્વાસીએ મારી પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દુર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    6 કેમકે હું પેયાપઁણ તરીકે રેડાઉં છું, અને મારો સમય પૂરો થવા આવ્યો છે.

    9 તું જેમ બને તેમ વહેલો મારી પાસે આવ. 10 કારણ કે દેમાસ હાલનાં જગત પર પ્રેમ રાખી મને છોડી ને તે થેસ્સાલોનિકા જતો રહ્યો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્મતિયા ગયો છે. 11 અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે કારણ કે તે મને સેવામાં મદદરૂપ છે. 13 તું આવે ત્યારે ત્રોઆસમાં કાર્પસને ત્યાં જે ઝભ્ભો મેં મૂકયો છે તે, તથા પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રો લેતો આવજે.

    16 મારાં પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઇ રહ્યું ન હતું, પણ બધા જ મને મુકીને ચાલ્યા ગયાં હતા. તે માટે પ્રભુ તેઓને દોષિત ન ગણે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo