Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 1:9-11,20

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

યોહાનને ખ્રિસ્તનું સંદર્શન

9 હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં તમારા સહભાગી, ઈશ્વરનાં વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો. 10 પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે, 11 ‘તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓને મોકલ.’"

20 મારા જમણાં હાથમાં જે સાત તારા તથા સોનાની સાત દીવી તેં જોયાં, એમનો ખુલાસો તું લખ. સાત તારા તો સાત મંડળીના સ્વર્ગદૂત છે, અને સાત દીવી તો સાત મંડળી છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    9 હું, યોહાન, તમારો ભાઈ અને વિપતીમાં તથા ઈસુના દુઃખો, રાજ્ય અને ધીરજમાં ભાગીદાર, ઈશ્વરના વચન અને ઈસુની સાક્ષીને લીધે પાત્મસ બેટ પર હતો. 10 પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાંનાં અવાજ જેવી મોટી વાણી સાંભળી. 11 તેણે કહ્યું, "તું જે કાંઈ જુએ છે તે એક ઓળિયામાં લખી લે અને તે એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થૂઆતૈરા, સાર્દિસ, ફિલોદેલ્ફિયા તથા લાઓદિકિયામાની સાત મંડળીઓને મોકલ."

    20 મારા જમણા હાથમાં તેં જે સાત તારા જોયા અને સોનાના સાત સ્ટેન્ડ તે આ છે: સાત તારા સાત મંડળીઓનાં દૂત છે, અને સાત સ્ટેન્ડ સાત મંડળીઓ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.