Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 19:11-14

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

શ્વેત ઘોડા પર રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ

11 પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે ‘વિશ્વાસુ તથા સત્ય’ છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે. 12 અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. 13 લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ ‘ઈશ્વરનો શબ્દ’ છે.

14 સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    11 પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું અને ત્યાં મારી આગળ સફેદ ઘોડો જોયો, જેનો સવાર વિશ્વાસુ તથા સત્ય કહેવાય છે. તે પ્રામાણિકપણે ન્યાય અને લડાઈ કરે છે. 12 તેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે, અને તેમના પર એવું નામ લખેલું છે કે જે તેમના પોતાના સિવાય બીજું કોઈ જાણતું નથી. 13 તેમણે રકતમાં બોળેલો ઝભ્ભો પહેરેલો છે, અને તેમનું નામ ઈશ્વરનો શબ્દ છે. 14 તેમની પાછળ સ્વર્ગમાંનાં સૈન્યો શણના બારીક, શ્વેત અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને શ્વેત ઘોડા પર સવાર થઈને તેમની પાછળ પાછળ ચાલ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.