Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 21:18-21

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

18 તેની દીવાલની બાંધણી યાસપિસની હતી; અને નગર સ્વચ્છ કાચનાં જેવું શુદ્ધ સોનાનું હતું. 19 નગરની દીવાલના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા; પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ, 20 પાંચમો ગોમેદ, છઠ્ઠો અકીક, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત.

21 તે બાર દરવાજા બાર મોતી હતા, તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો બનેલો હતો. નગરનો માર્ગ પારદર્શક કાચ જેવા શુદ્ધ સોનાનો બનેલો હતો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    18 તેનો કોટ યાસપિસનો હતો, અને તે નગર કાચના જેવું શુધ્ધ સોનાનું હતું. 19 તે શહેરનાં કોટના પાયા પથ્થરનાં બાર સ્તરમાં અમૂલ્ય રત્નોથી સજાયેલાં હતા. પહેલો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ, 20 પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત. 21 બારેય દરવાજા બાર મોતીનાં હતા. દરેક દરવાજો એક એક મોતીનો હતો; નગરનો રસ્તો પારદર્શક કાચ જેવા શુધ્ધ સોનાનો બનેલો હતો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.