Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 21:9-14

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

નવું યરુશાલેમ

9 જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, ‘અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.’" 10 પછી તે મને આત્મામાં એક મોટા તથા ઊંચા પહાડ પર લઈ ગયો, અને ઈશ્વરની પાસેથી સ્વર્ગથી ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ મને બતાવ્યું.

11 તેમાં ઈશ્વરનું ગૌરવ હતું, અને તેનું તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક સમાન નિર્મળ હોય, એના જેવું હતું. 12 તેની દિવાલ મોટી તથા ઉંચી હતી અને જેને બાર દરવાજા હતા, અને દરવાજા પાસે બાર સ્વર્ગદૂતો ઊભેલા હતા. દરવાજા પર ઇઝરાયલનાં બાર કુળોના નામો લખેલાં હતાં. 13 પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા.

14 નગરની દીવાલના પાયાના બાર પથ્થર હતા, અને તેના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    9 પછી જે સાત દૂતોની પાસે છેલ્લા સાત અનથોઁથી ભરેલાં સાત પ્યાલા હતાં, અને મને આવીને કહ્યું, "આવ, હું તને કન્યા એટલે હલવાનની પત્ની બતાવીશ." 10 અને તે મને આત્મામાં એક ઊંચા પર્વતના શિખર પર લઈ ગયો, અને મને પવિત્ર નગર યરુશાલેમને ઈશ્વર પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું. 11 તે ઈશ્વરના ગૌરવથી ચમકતું હતું, અને તેનું તે જ યાસપિસ જેવા અમૂલ્ય રત્ન જેવું, સ્ફટિક જેવું ઝળહળતું હતું. 12 તેનો કોટ વિશાળ અને ઊંચો હતો, અને બાર દૂતો તેના બાર દરવાજે હતા. તે દરવાજા પર ઇઝરાયેલનાં બાર કુળનાં નામ લખવામાં આવ્યા હતાં. 13 તેની પૂર્વ તરફ ત્રણ દરવાજા, ઉત્તર તરફ ત્રણ, પશ્ચિમ તરફ ત્રણ અને દક્ષિણ તરફ ત્રણ દરવાજા હતા. 14 શહેરને કોટનાં પાયામાં બાર પથ્થરો હતા, અને તે પર હલવાનના બાર પ્રેષિતોનાં નામ લખાયેલાં હતાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.