Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 6:12-17

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 જયારે તેણે છઠ્ઠું મહોર તોડ્યું, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો; સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો, 13 જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે, અને તેનાં કાચાં ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર ખરી પડ્યા. 14 વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ અદ્રશ્ય થઈ ગયું; દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા.

15 દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા; 16 તેઓએ પહાડોને તથા ખડકોને કહ્યું કે, ‘અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો.’" 17 કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; એટલે કોણ તેનાથી બચી શકે?

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 હું જોતો હતો તેવામાં તેણે છઠ્ઠી મુદ્રા ખોલી. ત્યાં એક મોટો ધરતીકંપ થયો, અને સૂર્ય નિમાળાના કામળાં જેવો કાળો થઈ ગયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો, 13 જેમ ભારે પવનથી અંજીરી હાલી ઉઠે છે અને અંજીર ખરી પડે તેમ આકાશના તારા પૃથ્વી પર પડયા. 14 પછી ઓળિયું વાળી લીધું હોય તેમ આકાશ સંકેલાઈ ગયું, અને દરેક પર્વતો અને ટાપુઓને તેમને સ્થાનેથી ખસેડી નાંખવામાં આવ્યા.

    15 પૃથ્વીનાં રાજાઓ, રાજકુમાર, અને શ્રીમંતો, અને સેનાપતિઓ, પરાક્રમીઓ, તથા દરેક જણ, ગુલામ કે સ્વતંત્ર, ગુફાઓમાં, પવઁતોના કોતરોમાં સંતાઈ ગયા. 16 તેઓએ પહાડોને અને પવઁતોને કહ્યું, "અમારા પર પડો અને રાજ્યાસન પર જે બિરાજેલાં છે તેમની દ્રષ્ટિથી અને હલવાનના કોપથી અમને સંતાડી દો! 17 કેમકે તેઓના મહા કોપનો દિવસ આવી પહોંચ્યો છે, અને કોનાથી ઊભું રહેવાય?"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.