Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 16:13-15

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

13 શહેરની બહાર નદીના કિનારે પ્રાર્થનાસ્થાન હોવું જોઈએ એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા; ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બેસીને બોધ કર્યો.

14 અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા. 15 તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારા ઘરમાં આવીને રહો; તેણે અમને ઘણો આગ્રહ કર્યો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    13 શહેર બહાર નદી કિનારે પ્રાર્થનાસ્થાન હશે એવું માનીને વિશ્રામવારે અમે ત્યાં ગયા, ત્યાં અમે પ્રાથઁનાનું સ્થળ મેળવવાની આશા રાખતા હતા. અમે બેઠા અને ત્યાં ભેગી થયેલી સ્ત્રીઓને બોધ કયોઁ. 14 તેમાંની એક સ્ત્રીનું નામ લુદિયા હતું, તે થૂઆતૈરા શહેરની વતની હતી, તે જાંબલી રંગના વસ્ત્રો વેચતી હતી. તે ઈશ્વરભકત હતી. પ્રભુએ તેનું હૃદય ઉઘાડયું અને તેણે પાઉલની વાતો ધ્યાનમાં લીધી. 15 જયારે તેણે તથા તેના ઘરનાં માણસોએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેણે અમને તેના ઘરે આવવાં આમંત્રણ આપતાં કહ્યું, "હું ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ છું એવું તમે માનતા હો તો તમે આવો અને મારા ઘરે રહો." અને તેણે આગ્રહ ચાલુ રાખ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.