Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 16:6-10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ત્રોઆસમાં પાઉલને સંદર્શન

6 તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા. 7 મુસિયાની સરહદ સુધી આવીને તેઓએ બિથુનિયામાં જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધાં નહિ; 8 માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.

9 રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનંતી કરીને કહ્યું કે મકદોનિયામાં આવીને અમને સહાય કર. 10 પાઉલને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    6 પવિત્ર આત્માએ તેઓને આસિયામાં જવાની મના કરી હતી. તેથી પાઉલ અને તેના સાથીઓ ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં ફયાઁ. 7 જયારે તેઓ મુસિયાની સરહદે આવ્યા, ત્યારે તેઓએ બિથુનિયામાં પ્રવેશ કરવા પ્રયત્ન કયોઁ, પણ ઈસુના આત્માએ તેઓને ત્યાં જતા અટકાવ્યા. 8 તેથી તેઓ મુસિયાના થઈને ત્રોઆસમાં ગયા. 9 રાત્રે પાઉલને સંદર્શન થયું કે મકદોનિયાનો એક માણસ ઉભો રહીને તેને વિનંતી કરવા લાગ્યો કે, "મકદોનિયા આવીને અમને સહાય કર!" 10 પાઉલે સંદશઁન જોયા પછી, ઈશ્વર અમને સુસમાચાર પ્રગટ કરવા માટે બોલાવે છે; એવું સમજીને અમે ત્યાં જવાની તૈયારી કરી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.