Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 19:18-20

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

18 વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં. 19 ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ. 20 એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    18 હવે જેઓ વિશ્વાસ કરતાં હતાં તેઓમાંના ઘણાંએ આવીને તેઓ જે કામ કરતા હતા તે તેઓએ જાહેરમાં કબૂલ કર્યા. 19 ઘણાં જાદુગરોએ પોતાના પુસ્તકો લાવીને સહુનાં દેખતાં જાહેરમા બાળી નાંખ્યાં. એ પુસ્તકોની કિંમત ગણી તો એકંદરે પચાસ હજાર ચાંદીના સિક્કા જેટલી થઈ. 20 આમ ઈશ્વરનો સંદેશો પ્રબળ રીતે આખા પ્રદેશમાં ફેલાઈ ગયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.