Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 4:23,24,29-31

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

વિશ્વાસીઓ હિંમત માટે પ્રાર્થના કરે છે

23 પછી છૂટીને તેઓ પોતાના સાથીઓની પાસે ગયા. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે સઘળું તેમને કહી સંભળાવ્યું. 24 તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો;

29 હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો; 30 તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો. 31 અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    23 મુક્ત થતાં, પિતર અને યોહાન પોતાના લોકોની પાસે ગયા અને મુખ્ય યાજકો અને વડીલોએ તેમને જે કહ્યું હતું તે કહી જણાવ્યું. 24 જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ બધાએ ઇશ્વરને મોટેથી પ્રાર્થના કરી: "હે પ્રભુ, તમે આકાશ, અને પૃથ્વી, અને સમુદ્ર અને તેઓમાંની દરેક વસ્તુનાં ઉત્પન્નકર્તા છો.

    29 હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓને ધ્યાનમાં લો અને તમારાં સેવકોને વચન પ્રગટ કરવાને હિંમત આપો. 30 સાજાપણું આપવાને તમારો હાથ લંબાવો અને તમારાં પવિત્ર સેવક ઈસુના નામે ચમત્કારો તથા અદભુત કૃત્યો કરાવો."

    31 તેઓએ પ્રાર્થના કયાઁ પછી, જે જગ્યાએ, તેઓ એકઠા મળ્યાં હતા, તે હાલ્યું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિમતપૂર્વક પ્રગટ કરવા લાગ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.