Pular para o conteúdo
Publicidade

એફેસીઓને પત્ર 4:14-16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

14 જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ. 15 પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ. 16 એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    14 પછી આપણે બાળક ન રહીએ, મોજાઓથી આમતેમ ઉછળતા ન રહીએ, અને દરેક પ્રકારના શિક્ષણના પવનથી અને માણસોની કપટી કાવતરાં અને ચાલાકીથી આમતેમ ફૂંકાતા ન રહીએ. 15 એના બદલે, પ્રેમથી સત્ય બોલીને, આપણે દરેક રીતે મસીહ જે શિર છે, તેનું પરિપકવ શરીર બનીને વૃધ્ધિ પામીએ. 16 તેમનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સહાયક સાંધા દ્રારા જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાયઁ કરીને વધે છે, અને પ્રેમમાં પોતાની વૃધ્ધિ કરે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.