Pular para o conteúdo
Publicidade

એફેસીઓને પત્ર 4:4-6,15,16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

4 જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે; 5 એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, 6 એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.

15 પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ. 16 એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    4 જેમ આપણને એક આશામાં તેડવામાં આવેલા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે; 5 એક પ્રભુ, એક વિશ્વાસ, અને એક બાપ્તિસ્મા છે; 6 એક ઈશ્વર, અને સૌના પિતા, તે સવઁની ઉપર, તથા સવઁ મધ્યે તથા આપણ સવઁમાં છે,

    15 એના બદલે, પ્રેમથી સત્ય બોલીને, આપણે દરેક રીતે મસીહ જે શિર છે, તેનું પરિપકવ શરીર બનીને વૃધ્ધિ પામીએ. 16 તેમનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સહાયક સાંધા દ્રારા જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાયઁ કરીને વધે છે, અને પ્રેમમાં પોતાની વૃધ્ધિ કરે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.