Pular para o conteúdo
Publicidade

એફેસીઓને પત્ર 5:21-25

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

21 ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.

પતિ અને પત્નીનો દાખલો

22 પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ; 23 કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે. 24 જેમ વિશ્વાસી સમુદાય ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું.

25 પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ કરો, જેમ ખ્રિસ્ત ઈસુએ પોતાના વિશ્વાસી સમુદાય પર પ્રેમ રાખ્યો અને તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યુ તેમ;

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    21 મસીહની બીક રાખીને એકબીજાને આધીન રહો.

    22 પત્નીઓ, તમે જેમ ઈશ્વરને આધીન રહો છો, તેમ તમારાં પતિને પણ આધીન રહો. 23 કારણ કે જેમ મસીહ મંડળીનું શિર છે, તે જ પ્રમાણે પતિ પત્નીનું શિર છે, વળી મસીહ શરીરનો ત્રાતા છે. 24 તેથી જેમ મંડળી મસીહને આધીન રહે છે, તેમ પત્નીએ સર્વ વાતે પોતાના પતિની આધીનતામાં રહેવું જોઈએ.

    25 જેમ મસીહે મંડળી પર પ્રેમ દર્શાવ્યો અને તેને માટે પોતાને આપી દીધા, તેમ પતિઓ તમે પત્નીઓ પર પ્રેમ રાખો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.