Pular para o conteúdo
Publicidade

ગલાતીઓને પત્ર 2:11,12,14

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

અંત્યોખમાં પિતરને પાઉલનો ઠપકો

11 પણ જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે મેં સામે ચાલીને તેનો વિરોધ કર્યો, કેમ કે તે દોષિત હતો; 12 કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો.

14 પણ જયારે મેં જોયું કે તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકતાથી ચાલતા નથી, ત્યારે મેં બધાની આગળ કેફાને કહ્યું કે, જો તું યહૂદી હોવા છતાં યહૂદીઓની રીતે નહિ, પણ બિનયહૂદીઓની રીતે વર્તે છે, તો બિનયહૂદીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવા તું કેમ ફરજ પાડે છે?

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    11 જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે મેં તેનો મોઢે વિરોધ કયોઁ, કેમકે તેને દોષિત ઠરાવવામાં આવ્યો હતો તે. 12 યાકોબ પાસેથી કેટલાંક માણસો આવ્યા તે પહેલાં, તે વિદેશીઓ સાથે ખાતો હતો પણ જયારે તેઓ આવ્યા ત્યારે, સુન્નતીઓથી બીને તે પાછો હઠ્યો અને તેઓથી દૂર રહેવા લાગ્યો.

    14 જયારે મેં જોયું કે તેઓ સુસમાચારના સત્ય પ્રમાણે અનુસરતા ન હતા, ત્યારે બીજા બધાની આગળ કેફાને કહ્યું, "તું યહૂદી છે, તોપણ તું વિદેશીઓની જેમ જીવે છે, તો પછી તું વિદેશીઓને યહૂદી રિતરીવાજો પાળવા માટે કેમ દબાણ કરે છે?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.