Pular para o conteúdo
Publicidade

ગલાતીઓને પત્ર 5:19-23

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

19 દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું, 20 મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, 21 અદેખાઈ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.

22 પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    19 દેહના કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, 20 મૂર્તિપૂજા અને મેલી વિદ્યા, વેરભાવ, ઝગડા, અદેખાઈ, ગુસ્સો, પોતાનું જ હિત સાધવાં માટેનાં પ્રયત્નો, કુસંપ, પક્ષાપક્ષી; 21 જેમ મેં પહેલાં ચેતવ્યા તેમ જેઓ ઈર્ષાળું, દારૂડિયાપણું, ભોગવિલાસ અને બીજી એવી બાબતોમાં જીવે છે તેઓ ઈશ્વરના રાજ્યનો સહભાગી બનશે નહિ.

    22 પણ આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા અને સંયમ; એવાની વિરુધ્ધ કોઈ નિયમ નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.