Pular para o conteúdo
Publicidade

હિબ્રૂઓને પત્ર 4:14-16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુ અજોડ પ્રમુખયાજક

14 તો ઈશ્વરના પુત્ર ઈસુ જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે, માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દૃઢતાથી પકડી રાખીએ. 15 કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. 16 એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    14 તેથી, આપણી પાસે એક મહાન યાજક છે. જે સ્વર્ગમાં ગયેલાં છે, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ મસીહ, માટે આપણે જે વિશ્વાસનો દાવો કરીએ છીએ તે દ્રઢતાથી પકડી રાખીએ. 15 કેમકે આપણી પાસે એવો પ્રમુખયાજક નથી જે આપણી નિર્બળતાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવી ન શકે, પણ આપણી જેમ દરેક પ્રકારે પરીક્ષણો પામેલા છતાં તેઓ નિષ્પાપ રહ્યા. 16 તેથી દયા પામવાને, અને અગત્યને સમયે સહાય મેળવવાને માટે આપણે હિંમતથી કૃપાસનની પાસે જઈએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.