Pular para o conteúdo
Publicidade

હિબ્રૂઓને પત્ર 5:12-14

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 કેમ કે આટલા સમયમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરનાં વચનનાં પાયાના સિદ્ધાંત શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી જરૂર ઊભી થઈ છે; અને તમે એવા બાળક જેવા થયા છો કે જેને દૂધની અગત્ય છે અને જે ભારે ખોરાક પચાવી શકે તેમ નથી. 13 કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયીપણાની બાબતો સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે. 14 પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ભારે ખોરાક છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 ખરેખર તો, અત્યાર સુધીમાં તમારે ઉપદેશક થવું જોઇતું હતું; પણ અત્યારે તો ઈશ્વરનાં વચનોનાં મૂળભૂત સિધ્ધાંતો શું છે તે કોઈ તમને શીખવે તેવી જરૂરિયાતો ઊભી થઈ છે. ભારે ખોરાક નહિ, પણ જાણે દૂધની અગત્યતા હોય એમ લાગે છે! 13 જે કોઇ દૂધ પર જીવે છે તે હજુ બાળક જ છે, તે ન્યાયીપણાં સંબંઘી બિનઅનુભવી છે. 14 પણ જેઓ પુખ્ત છે, એટલે જેઓની ઈંદ્રિઓ ખરુંખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાક છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.