Pular para o conteúdo
Publicidade

હિબ્રૂઓને પત્ર 9:11-14

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

11 ખ્રિસ્ત, હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને, હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહિ એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને, 12 બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.

13 કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ, અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે, 14 તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે?

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    11 પણ મસીહ જયારે સારી બાબતો સંબંધી પ્રમુખયાજક તરીકે આવ્યા, ત્યારે જે માનવી હાથોથી બનાવેલો નહિ, જે આ સૃષ્ટિનો ભાગ નથી એવા વધુ મહાન અને સંપૂર્ણ એવા મંડપમાં પ્રવેશ્યા. 12 તેઓ બકરાં કે વાછરડાંના રકતથી પ્રવેશ્યા નહિ; પણ પોતાના રકત દ્રારા એક જ વાર પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યા, આમ સનાતન ઉધ્ધાર મેળવ્યો. 13 બળદ અને બકરાનું રક્ત તથા વાછરડીની રાખ કે જે લોકો વિધિપૂવઁક અશુધ્ધ છે તેમના પર છાંટીને તેમને પવિત્ર કરવામાં આવે છે, જેથી તેઓ બહારથી શુધ્ધ થાય. 14 તો પછી, મસીહનું રકત જેમણે સનાતન આત્માથી પોતાનું દોષરહિત અપઁણ ઇશ્વરને આપ્યું, તે આપણા અંતઃકરણને મૃત્યું તરફ દોરી જતા કાયોઁથી શુધ્ધ કરશે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. તે કેટલું બધું વિશેષ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.