Pular para o conteúdo
Publicidade

અયૂબ 25

બિલ્દાદ

1 પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,

2 "સત્તા અને ભય તેમની પાસે છે;

તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.

3 શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે?

અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?

4 ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે?

અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?

5 જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે;

અને તારાઓ પણ નિર્મળ નથી.

6 તો પછી મનુષ્ય જે કીડા જેવો છે,

અને મનુષ્યપુત્ર25:6 માનવ જાત જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!"

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.