Pular para o conteúdo
Publicidade

યોહાન 1:12-14,18

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. 13 તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.

14 અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.

18 ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે ઈશ્વરને પ્રગટ કર્યા છે.

માથ. 3:1-12; માર્ક 1:1-8; લૂક 3:1-18

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 જે બધાએ તેમના પર અંગીકાર કયોઁ, જેઓએ તેમના નામ પર વિશ્વાસ કયોઁ તેટલાં ને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. 13 બાળકો કુદરતી રીતે જન્મેલાં નહિ, કે માણસની ઇચ્છાથી નહિ, કે પતિની ઇચ્છાથી નહિ પરંતુ ઈશ્વરથી જન્મેલાં છે.

    14 શબ્દ સદેહ થઇને આપણામાં વસ્યાં, અમે તેમનો મહિમા જોયો, એક માત્ર પુત્રનો મહિમા જે પિતા તરફથી આવ્યો છે, તે કૃપા અને સત્યથી ભરપૂર.

    18 ઈશ્વરને કદી કોઈએ જોયા નથી, પણ એક માત્ર પુત્ર જે પોતે ઈશ્વર છે અને પિતાની સાથે સૌથી નજીકનાં સબંધમાં છે; તેમણે તેમને ઓળખ્યાં છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.