Pular para o conteúdo
Publicidade

યોહાન 11:47-50

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

47 એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે, ‘આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણાં ચમત્કારિક ચિહ્નો કરે છે. 48 જો આપણે તેમને એમ જ રહેવા દઈશું, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું રહેઠાણ તથા આપણો દેશ લઈ લેશે.

49 પણ કાયાફા નામે તેઓમાંનો એક જે તે વર્ષે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું કે, ‘તમે કંઈ જાણતા નથી, 50 વિચારતા નથી કે લોકોને માટે એક માણસ બલિદાન આપે અને તેથી સર્વ પ્રજાનો નાશ થાય નહિ, એ તમારે માટે હિતકારક છે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    47 ત્યારે પછી મુખ્ય યાજકો તથા ફરોશીઓએ ન્યાયસભા બોલાવીને તેઓને પૂછયું, "આપણે શું કરી રહ્યા છીએ? અહીં એક માણસ જે ઘણાં ચમત્કારો કરે છે 48 જો આપણે તેને આમ જ જવા દઈશું, તો સર્વ લોકો તેના પર વિશ્વાસ કરશે, અને પછી રોમન આવશે અને આપણું મંદિર અને આપણું પ્રજાપણું લઇ લેશે."

    49 તેઓમાંના કાયાફા નામે એક જે તે વરસનો પ્રમુખયાજક હતો, તેણે કહ્યું, "તમે કશું જ જાણતા નથી! 50 તમે સમજતા નથી કે એ તમારા કે લોકો માટે એક માણસ મરે અને આખી પ્રજા નાશ ન પામે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.