Pular para o conteúdo
Publicidade

યોહાન 15:1,2,4,5,8

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુ ખરો દ્રાક્ષાવેલો

1 ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે. 2 મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.

4 તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી.

5 હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.

8 તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા શિષ્ય થશો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 "હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે. 2 મારા માની દરેક ડાળી જે ફળ નથી આપતી તેને તે કાપી નાખે છે, જયારે દરેક ડાળીઓ ફળ આપે છે તે વધારે ફળ આપે તે માટે તે તેમને સોરી નાંખે છે. 4 મારાંમાં રહો અને હું પણ તમારાંમાં રહું, ડાળી દ્રાક્ષાવેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમજ જયાં સુધી તમે પણ મારામાં ન રહો ત્યાં સુધી તમે ફળ આપી શકતા નથી.

    5 "હું દ્રાક્ષાવેલો છું, તમે ડાળીઓ છો. જો તમે મારાંમાં રહો, અને હું તમારામાં, તો તમે ઘણા ફળ આપશો. મારાંથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી. 8 તમે ઘણા ફળ આપો તેથી મારા પિતાનો મહિમા થાય છે, અને તેથી તમે મારા શિષ્યો થશો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.