Pular para o conteúdo
Publicidade

યોહાન 19:12-16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, ‘જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે. 13 ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો.

14 હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાતે યહૂદીઓને કહ્યું કે, ‘જુઓ, તમારો રાજા!’ 15 ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, ‘તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.’ પિલાત તેઓને કહે છે કે, ‘શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?’ મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, ‘કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.’" 16 ત્યારે ઈસુને વધસ્તંભે જડવાને પિલાતે તેઓને સોંપ્યાં. તેથી તેઓ ઈસુને પકડી લઈ ગયા.

માથ. 27:32-44; માર્ક 15:21-32; લૂક 23:26-43

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 ત્યારથી પિલાતે ઈસુને છોડી મૂકવાની કોશિશ કરી, પરંતુ યહૂદીઓ બૂમો પાડવા લાગ્યા કે, "જો તમે આ માણસને છોડી મૂકશો તો તમે કૈસરનાં મિત્ર નથી. જે કોઇ પોતાને રાજા કહે છે, તે કૈસરનો વિરોધ કરે છે."

    13 જયારે પિલાતે આ સાંભળ્યું, ત્યારે ઈસુને તેઓની પાસે બહાર લાવ્યો અને ફરસબંઘી નામની જગ્યાએ ન્યાયાસન પર બેઠો (જેને અરામીક ભાષામાં ગબ્બથા કહે છે.) 14 તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ હતો, લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદીઓને કહ્યું.

    "આ રહ્યો, તમારો રાજા."

    15 પણ તેઓએ બૂમ પાડી, "તેને દૂર કરો! તેને દૂર કરો! તેને ક્રૂસે જડો!"

    પિલાતે પૂછયું, "શું હું તમારાં રાજાને ક્રૂસે જડાવું?"

    મુખ્ય યાજકોએ જવાબ આપ્યો, "કૈસર સિવાય અમારે કોઈ રાજા નથી."

    16 છેવટે પિલાતે ઈસુને ક્રૂસે જડવાં માટે તેઓને સોંપ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.