Pular para o conteúdo
Publicidade

યોહાન 21:9,15-19

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

9 તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં.

ઈસુએ પિતરને ત્રણ વખત પૂછ્યું

15 હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’" 16 તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’"

17 તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’" 18 હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે.

19 હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    9 જયારે તેઓ કિનારે ઉતયાઁ ત્યારે તેઓએ ત્યાં સળગતાં કોલસાનો અગ્નિ જોયો, તેના પર માછલી અને રોટલી હતા.

    15 નાસ્તો કર્યા પછી, ઈસુએ સિમોન પિતરને કહ્યું, "યોહાનનાં દીકરા સિમોન, શું તું મને આ બધા કરતાં વિશેષ પ્રેમ કરે છે?"

    પિતરે કહ્યું, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું."

    ઈસુએ કહ્યું, "મારાંં ઘેટાંઓને પાળ."

    16 ઈસુએ ફરીથી કહ્યું, "યોહાનનાં દીકરા સિમોન, શું તું મને પ્રેમ કરે છે?"

    તેણે જવાબ આપ્યો, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું."

    ઈસુએ કહ્યું, "તો મારાંં ઘેટાંની સંભાળ રાખ."

    17 ત્રીજી વાર ઈસુએ તેને કહ્યું, "યોહાનનાં દીકરા સિમોન, શું તું મને પ્રેમ કરે છે?"

    ઈસુએ ત્રીજી વાર પૂછયું, તેથી પિતર દુઃખી થયો. તેણે કહ્યું, "પ્રભુ, તમે બધું જાણો છો; તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું."

    ઈસુએ કહ્યું, "મારાંં ઘેટાંને પાળ. 18 હું તને સાચે જ કહું જયારે તું જુવાન હતો ત્યારે તું પોતાની કમર બાંધીને જ્યાં તું ઇચ્છતો હતો ત્યાં જતો હતો, જયારે તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લાંબા કરીશ, અને બીજાઓ તને બાંધીને તારે નહિ જવું હોય ત્યાં તને લઈ જશે." 19 ઈશ્વરના મહિમાર્થે પિતર કઈ રીતે મરણ પામવાનો હતો તે દર્શાવવા માટે ઈસુએ તેને આમ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, "મારી પાછળ આવ."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.