Pular para o conteúdo
Publicidade

યોહાન 5:24-29

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

24 હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.

25 હું તમને નિશ્ચે કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.

26 કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. 27 ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે.

28 તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે; 29 અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    24 "હું તમને સાચે જ કહું છું કે: જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; અને તે અપરાધી નહિ ઠરશે, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશે છે. 25 હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે. 26 કેમકે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ પુત્રને પણ પોતાનામાં જીવન આપ્યું છે. 27 અને તેણે તેમને ન્યાય કરવાનો અધિકાર પણ આપ્યો, કેમકે તે માણસનો દીકરો છે.

    28 "તેથી તમે આશ્ચર્ય પામશો નહિ, કેમકે એવો સમય આવે છે કે, જયારે જેઓ તેમની કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે. 29 અને જેઓએ સારાં કામ કર્યા છે તેઓ જીવન માટે ઉઠશે, અને જેઓએ ભૂંડા કામ કયાઁ છે, તેઓ સજા પામવાં માટે ઊઠશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.