Pular para o conteúdo
Publicidade

લૂક 11:5-8

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

5 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ, 6 કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી, 7 તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, મને હેરાન કરીશ નહિ, હમણાં બારણું બંધ છે, મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે, હું તો ઊઠીને તને તે આપી શકતો નથી? 8 હું તમને કહું છું કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને આપે નહિ, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને તેને જોઈએ તેટલી રોટલી તેને આપશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    5 પછી ઈસુએ તેમને કહ્યું: "ધારોકે તમારે કોઈ મિત્ર હોય, ને મધરાતે તે તેની પાસે જઈને કહે કે, ‘મિત્ર! મને ત્રણ રોટલી ઉછીની આપ; 6 કારણ કે મારો એક મિત્ર મુસાફરીથી મારે ત્યાં આવ્યો છે, અને તેને પીરસવાં મારી પાસે કંઈ ખોરાક નથી.’ 7 અને કદાચ તે અંદરથી એવો જવાબ આપે કે મને પરેશાન કરશો નહિ બારણું બંધ કરી દીધું છે, ‘અને મારા બાળકો અને હું પથારીમાં છીએ, હું ઉઠીને તને કંઇ આપી શકતો નથી.’ 8 હું તમને કહું છું કે: ભલે તે ઉઠીને તમને મિત્રતાને કારણે રોટલી આપશે નહિ, તોપણ તમારી નિલઁજ્જ હિમંતને લીધે તે ચોકકસ ઉઠશે અને તમને જરૂર હોય તેટલું આપશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.