Pular para o conteúdo
Publicidade

લૂક 12:16-21

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

16 ઈસુએ તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ; 17 તેણે મનમાં એવો વિચાર કર્યો કે, હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી. 18 તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, અને તે કરતાં હું મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મૂકીશ. 19 હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વર્ષને માટે ઘણી માલમિલકત તારે સારુ રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.

20 પણ ઈશ્વરે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? 21 જે પોતાને સારુ દ્રવ્યો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.

માથ. 6:25-34

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    16 તેમણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું: "એક ધનવાન માણસની જમીનમાંથી પુષ્કળ પાક નીપજયો. 17 ‘તેણે મનમાં વિચાર કયોઁ કે હું શું કરું? મારો પાક સંગ્રહ કરવા માટે મારી પાસે જગ્યા નથી.’

    18 "પછી તેણે કહ્યું કે, ‘હું આમ કરીશ કે: હું મારા કોઠાર તોડી પાડીને મોટાં કોઠાર બંધાવીશ, અને ત્યાં હું મારું બધું અનાજ ભરી રાખીશ. 19 અને હું મારી જાતને કહીશ, "ઘણાં વર્ષો સુધી ચાલે એટલું અનાજ સંઘરી રાખેલ છે. હવે આરામ કર; ખા, પી અને મજા કર." ’

    20 "પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તારો જીવ માંગી લેવામાં આવશે; પછી જે તે પોતા માટે તૈયાર કયુઁ છે તે, કોનું થશે?’

    21 "જે કોઇ પોતાને સારું વસ્તુઓનો સંગ્રહ કરે છે પણ ઈશ્વર પ્રત્યે ધનવાન નથી તે તેઓ જ છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.