Pular para o conteúdo
Publicidade

લૂક 16:22-25

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

22 પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. 23 પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા.

24 તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું.

25 પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    22 "જયારે સમય આવ્યો અને ભિખારી મરણ પામ્યો અને સ્વર્ગના દૂતો તેને અબ્રાહમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત માણસ પણ મરણ પામ્યો, ને તેને દફનાવવામાં આવ્યો. 23 હાદેસમાં તે વેદના સહેતાં, તેણે ઉપર જોયું ને ઘણે દૂર અબ્રાહમની ગોદમાં લાઝરસને જોયો. 24 તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહમ, મારા પર દયા કરો ને લાઝરસને અહીં મારી પાસે મોકલો કે તે તેની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે કારણ હું અહીં આ આગમાં વેદના ભોગવી રહ્યો છું.’

    25 "પણ અબ્રાહમે જવાબ આપ્યો, ‘દીકરા, તારા જીવન દરમ્યાન તું તારા સારા વાનાં પામ્યો હતો, પણ લાઝરસ ખરાબ વાનાં પામ્યો, હવે તે અહીં દિલાસો પામે છે અને તું વેદનામાં છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.