Pular para o conteúdo
Publicidade

લૂક 3:10-14

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

10 લોકોએ યોહાનને પૂછ્યું, ‘ત્યારે અમારે શું કરવું?’" 11 તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.’"

12 દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમારે શું કરવું?’" 13 તેણે તેઓને કહ્યું કે, "જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો."

14 સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, ‘અમારે શું કરવું?’ તેણે તેઓને કહ્યું કે, ‘જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    10 ટોળાએ પૂછયું, "તો અમે શું કરીએ?"

    11 યોહાને જવાબ આપ્યો, "જેની પાસે બે શટઁ હોય, તો જેની પાસે નથી તેમાંનું એક આપી દો, જેની પાસે ખોરાક હોય, તો તે પણ એમ જ કરે."

    12 જકાતકારો પણ બાપ્તિસ્મા પામવાં આવ્યા તેઓએ પૂછયું, "ગુરુજી! અમે શું કરીએ?"

    13 તેણે તેમને કહ્યું, "જરુર હોય તે કરતાં વધારે તમે ન ઉઘરાવો."

    14 પછી કેટલાક સૈનિકોએ પૂછયું, "અને અમે શું કરીએ?"

    તેણે જવાબ આપ્યો, "બળજબરીથી પૈસા પડાવી ન લો અને લોકો પર ખોટું તહોમત ન મૂકો, તમારાં પગારથી સંતોષી રહો."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.