નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવવા વિષે
6 પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.
ખોવાયેલાં ઘેટાંનું દ્રષ્ટાંત
10 સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે.