Pular para o conteúdo
Publicidade

માથ્થી 21:23-27

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુના અધિકારનો પ્રશ્ન

23 પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, "તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?" 24 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, "હું પણ તમને એક વાત પૂછીશ. તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.

25 જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?" ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, "જો આપણે કહીએ કે ‘સ્વર્ગથી,’ તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? 26 અથવા જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે." 27 પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, ‘અમે નથી જાણતા’. તેમણે પણ તેઓને કહ્યું કે, "હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    23 ઈસુ મંદિરનાં આંગણાંમાં આવ્યા, અને જયારે તેઓ ઉપદેશ આપતાં હતા, ત્યારે મુખ્ય યાજકો અને લોકોનાં વડીલોએ તેમની પાસે આવ્યા. તેઓએ પૂછયું, "ક્યાં અધિકારથી તમે આ કામો કરો છો? અને એ અધિકાર તમને કોણે આપ્યો?"

    24 ઈસુએ જવાબ આપ્યો, "હું પણ તમને એક પ્રશ્ન પૂછીશ, જો તમે મને જવાબ આપશો તો હું તમને કહીશ કે કયાં અધિકારથી હું આ કામો કરું છું: 25 યોહાનનું બાપ્તિસ્મા તે કયાંથી આવ્યું? શું તે સ્વગઁથી હતું કે માણસોથી?"

    તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી અને કહ્યું, "જો આપણે કહીએ કે, ‘સ્વગઁથી,’ તો તે પૂછશે, તો પછી તમે તેના પર કેમ વિશ્વાસ કયોઁ નહિ? 26 પણ જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો આપણે લોકોથી ડરીએ છીએ; કારણ કે તેઓ બધા માને છે કે યોહાન એક પ્રબોધક હતો."

    27 તેથી તેઓએ ઈસુને જવાબ આપ્યો, "અમે જાણતા નથી."

    પછી તેમણે કહ્યું, "તો હું પણ તમને કહેતો નથી કે હું કયાં અધિકારથી આ કામો કરું છું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.