Pular para o conteúdo
Publicidade

માથ્થી 25:14,15,20-23

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ત્રણ સેવકોને સોંપેલા તાલંત

14 કેમ કે તેમનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. 15 એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો.

20 ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, ‘માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.’ 21 ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’"

22 જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું.’ 23 તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    14 "ફરીથી, તે એક પ્રવાસે જતાં માણસ જેવું છે, જેણે પોતાના નોકરોને બોલાવ્યાં, અને પોતાની સંપતી તેઓને સોંપી. 15 તેણે એકને પાંચ તાલંત, બીજાને બે તાલંત અને ત્રીજાને એક તાલંત, પ્રત્યેકને તેની આવડતના પ્રમાણમાં આપ્યું, પછી તે પરદેશ ગયો.

    20 જેને પાંચ તાલંત મળ્યાં હતા, તે બીજા પાંચ લાવ્યો, તેણે કહ્યું, ‘માલિક, તમે મને પાંચ તાલંત આપ્યા હતા, જુઓ હું બીજા પાંચ વધારે કમાયો છું.’

    21 "તેના માલિકે જવાબ આપ્યો, ‘શાબાશ, સારાં અને વિશ્વાસુ નોકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડયો છે; હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને તારા માલીકના આનંદમાં ભાગીદાર થા.’

    22 "બે તાલંત વાળો માણસ પણ આવ્યો, તેણે કહ્યું, ‘સાહેબ, તમે મને બે તાલંત આપ્યા હતાં, જુઓ હું બે વધારે કમાયો છું!’

    23 "તેના માલિકે જવાબ આપ્યો, ‘શાબાશ! સારાં અને વિશ્વાસુ નોકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડયો છે, હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ.’ આવ અને તારા માલીકના આનંદમાં ભાગીદાર થા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.