Pular para o conteúdo
Publicidade

માથ્થી 26:39,42,44

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

39 પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, "ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ."

42 બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, "ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ." 44 ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    39 થોડેક દૂર જઈને, તેઓ જમીન પર ઊંધે મોંએ પડીને પ્રાર્થના કરી, "મારા પિતા, શકય હોય તો આ પ્યાલો મારાંથી દૂર થાય; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ."

    42 બીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, "મારા પિતા, જો આ પ્યાલો મારાં પીધા સિવાય લઈ લેવાય તેમ ન હોય તો તમારી ઈચ્છા પૂર્ણ થાઓ."

    44 તેથી તેઓને ફરીથી મુકીને દૂર ગયા અને ત્રીજી વાર તેની તે જ વાત કહેતા પ્રાર્થના કરી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.