Pular para o conteúdo
Publicidade

માથ્થી 3:13-15

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુનું બાપ્તિસ્મા

13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા. 14 પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, "તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?" 15 પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, "હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે." ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવાં ગાલીલથી યર્દન નદીએ આવ્યા. 14 પણ યોહાને તેમને અટકાવતા કહ્યું "મારે તમારી પાસે બાપ્તિસ્મા લેવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?"

    15 ઈસુએ જવાબ આપ્યો, "હાલ એમ થવા દે: કારણ કે સઘળું ન્યાયીપણું એમ પુરું કરવા માટે આપણે આ કરીએ તે ઘટારત છે." પછી યોહાન સહમત થયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.