Pular para o conteúdo
Publicidade

માથ્થી 3:13-17

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુનું બાપ્તિસ્મા

13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા. 14 પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, "તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?" 15 પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, "હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે." ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું.

16 જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગ ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા. 17 જુઓ, સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, "આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું."

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવાં ગાલીલથી યર્દન નદીએ આવ્યા. 14 પણ યોહાને તેમને અટકાવતા કહ્યું "મારે તમારી પાસે બાપ્તિસ્મા લેવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?"

    15 ઈસુએ જવાબ આપ્યો, "હાલ એમ થવા દે: કારણ કે સઘળું ન્યાયીપણું એમ પુરું કરવા માટે આપણે આ કરીએ તે ઘટારત છે." પછી યોહાન સહમત થયો.

    16 ઈસુએ બાપ્તિસ્મા લીધા પછી તરત તે પાણીમાંથી બહાર આવ્યા, તે સમયે આકાશ ઊઘડી ગયું અને તેમણે ઈશ્વરના આત્માને કબૂતરના રૂપમાં ઊતરતો અને પોતા પર આવતો જોયો. 17 અને આકાશવાણી થઈ, "આ મારો પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું, તેનાથી હું પ્રસન્ન છું."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.