Pular para o conteúdo
Publicidade

માથ્થી 3:7-10

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

7 પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, "ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં? 8 પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો. 9 તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.

10 વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    7 પણ જયારે તેણે ઘણાં ફરોશીઓ તથા સાદૂકીઓને જયાં તે બાપ્તિસ્મા આપતાં હતા ત્યાં આવતાં જોયા, ત્યારે તેમણે તેમને કહ્યું, "ઓ સર્પોનાં વંશજ! આવનાર કોપથી નાશી જવા તમને કોણે ચેતવ્યા? 8 પસ્તાવાની સાથે રહે તેવાં ફળ આપો. 9 અને એવું ન વિચારો કે તમે પોતે એમ કહી શકો કે, ‘અમારી પાસે અમારો પિતા અબ્રાહમ છે!’ હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહમને માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. 10 કુહાડો વૃક્ષનાં મૂળ પર મંડાય ચૂકયો છે, અને દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં નાંખવામાં આવશે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.