Pular para o conteúdo
Publicidade

માથ્થી 5:43-46

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

વૈરીઓ પર પ્રેમ રાખો

43 ‘તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 44 પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો, 45 એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે.

46 કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા?

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    43 "જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે: ‘તમે તમારા પડોશી પ્રત્યે પ્રેમ રાખો અને તમારા દુશ્મનોને ધિક્કારો.’ 44 પણ હું તમને કહું છું કે તમારાં દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમારી સતાવણી કરે છે તેઓના માટે પ્રાર્થના કરો; 45 જેથી તમે તમારાં સ્વર્ગમાંના પિતાનાં સંતાન થાવ, તે પોતાના સૂર્યને ભલા તથા ભૂંડા પર ઉગાવે છે. અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે. 46 જો તમે તમારા પર પ્રેમ કરનારાઓને પ્રેમ કરો છો, તો તમને શું બદલો મળશે? શું કર વસૂલનારાઓ પણ એવુ નથી કરતા?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.