Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:1-4

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

દાનધર્મ વિષે શિક્ષણ

1 માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંના તમારા પિતાથી તમને બદલો મળશે નહિ. 2 માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

3 પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે, 4 એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

લૂક 11:2-4

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 "સાવધ રહો! તમને જુએ એ માટે તમારાંં ન્યાયીપણા બીજાઓની આગળ ન કરો. જો તમે એમ કરો તો સ્વર્ગીય પિતા તરફથી તમને કોઈ બદલો મળશે નહિ.

    2 "તેથી જયારે તમે કોઈ જરૂરિયાતમંદને આપો, ત્યારે રણશિંગડાથી તેની જાહેરાત ન કરો, જેમ બીજાઓથી માન પામવા દંભીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે. સાચે જ હું તમને કહું છું કે તેઓ પોતાનો પુરો બદલો પામી ચૂકયા છે; 3 પણ જયારે તમે જરૂરિયાતમંદને આપો, ત્યારે તમારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે 4 જેથી તમારાંં દાન ગુપ્તમાં થાય. પછી ગુપ્તમાં જોનાર તમારાં પિતા, તમને બદલો આપશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.