Pular para o conteúdo
Publicidade

માથ્થી 7:16-20

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

16 તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરાં પરથી અંજીર તોડે છે? 17 તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.

18 સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી. 19 દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. 20 તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.

લૂક 13:25-27

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    16 તમે તેઓને તેઓના ફળ પરથી ઓળખશો. શું લોકો કાંટાના ઝાળાંમાંથી દ્રાક્ષ અને જંગલી છોડ પરથી અંજીર તોડશે? 17 તે જ પ્રમાંણે દરેક સારું વૃક્ષ સારા ફળ આપે છે. પણ ખરાબ વૃક્ષ ખરાબ ફળ આપે છે. 18 સારું વૃક્ષ ખરાબ ફળ આપી શકતું નથી, અને ખરાબ વૃક્ષ સારાં ફળ આપી શકતું નથી. 19 દરેક વૃક્ષ જે સારાં ફળ નથી આપતું તેને કાપી નાંખીને અગ્નિમાં નાંખવામાં આવે છે. 20 તેથી તેમનાં ફળ દ્વારા તમે તેમને ઓળખશો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.