Pular para o conteúdo
Publicidade

માથ્થી 7:21-23

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

મેં તમને કદી પણ ઓળખ્યા નથી

21 જેઓ મને ‘પ્રભુ, પ્રભુ,’ કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે. 22 તે દિવસે ઘણાં મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે દુષ્ટાત્માઓને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં? 23 ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, ‘મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’"

લૂક 6:47-49

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    21 "દરેક જેઓ મને ‘પ્રભુ, પ્રભુ’ કહે છે તેઓ સવઁ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ, પણ જેઓ મારા સ્વર્ગમાનાં પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ. 22 તે દિવસે ઘણાં મને કહેશે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી અને તમારાં નામે અશુધ્ધ આત્માઓને કાઢયાં અને તમારે નામે ઘણાં ચમત્કારો કર્યા નથી? 23 ત્યારે હું તેઓને સાફ કહીશ, ‘મેં તમને કદી ઓળખ્યા નથી, તમે ભૂડું કરનારાઓ! મારી પાસેથી જાઓ!’

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.