Pular para o conteúdo
Publicidade

રોમનોને પત્ર 11:32-36

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

32 કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યાં છે, એ સારુ કે તે બધા ઉપર દયા કરે.

ઈશ્વરસ્તુતિ

33 આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચુકાદો કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે! 34 કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો સલાહકાર કોણ થયો છે? 35 અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું, કે તે તેને પાછું ભરી આપવામાં આવે?

36 કેમ કે તેમનાંમાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    32 કેમકે, ઈશ્વરે સર્વને અનઆજ્ઞાંકિત થવા દીધા, એ માટે કે તે સર્વ પર દયા દર્શાવે.

    33 આહા! ઈશ્વરની બુધ્ધિ અને જ્ઞાન કેવાં અગાધ છે!

    તેમના ચુકાદાઓ કેવાં ગૂઢ છે,

    અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે!

    34 "કોણે પ્રભુનું મન જાણ્યું છે?

    તેમનો સલાહકાર કોણ રહ્યો છે?"

    35 "કોણે કયારે ઇશ્વરને આપ્યું છે,

    કે ઈશ્વર તેને બદલો આપે?"

    36 કારણ કે સર્વ તેમના માંથી, તેમના વડે અને તેમના માટે છે,

    તેમને સદાસર્વકાળ મહિમા હો, આમીન.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.