Pular para o conteúdo
Publicidade

રોમનોને પત્ર 12:17-21

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

17 દુષ્ટતાની સામે દુષ્ટતા ન આચરો. બધા માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો. 18 જો શક્ય હોય, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને રહો.

19 ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’" 20 પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. 21 દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    17 કોઇને ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો; બધા લોકોની નજરમાં જે સારું છે તે કરવા માટે કાળજી રાખો; 18 જો બની શકે તો, જયાં સુધી શકય હોય, બધા લોકો સાથે શાંતિથી રહો. 19 મારા પ્રિય મિત્રો, બદલો ન લો, પણ ઇશ્વરના કોપને માટે માગઁ મૂકો, કેમકે લખેલું છે કે, "પ્રભુ કહે છે કે બદલો વાળવો મારું કામ છે હું બદલો લઈશ."

    20 એને બદલે:

    તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ,

    જો તે તરસ્યો હોય તો તેને પાણી આપ;

    આમ કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરશે.

    21 ભૂંડાથી તું હારી ન જા, પરંતુ સારાથી ભૂંડાનો પરાજય કર.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.